ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
હિંદુસ્તાની તાલીમી સંઘ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. કેળવણી વિષયક એક મંડળ; ` ઇન્ડિયન એજ્યુકેશનલ સોસાયટી. ` મહાત્માજીથી સંચાલિત ` હરિજન ` પત્ર દ્વારા જુલાઈ ૧૯૩૭માં એક લેખદ્વારા રાષ્ટ્રીય શિક્ષણની એક નવી યોજના પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવી. કોંગ્રેસની ૧૯૩૮ની હરિપુરાની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ હિંદુસ્તાની તાલીમી સંઘની સ્થાપના કરવામાં આવી. ઉદ્યોગ દ્વારા જીવનનું શિક્ષણ આપવાનો આ સંસ્થાનો હેતુ છે. રાષ્ટ્રવ્યાપક શિક્ષણ પદ્ધતિ કરવાનું ધ્યેય આ સંસ્થાનું છે. આ પદ્ધતિથી શિક્ષણ આપવા છેલ્લાં ૧૨ વર્ષથી સેવાગ્રામમાં બુનિયાદી શાળા કામ કરી રહી છે. આ ઉપરાંત ઉત્તર બુનિયાદી શાળા પણ કામ કરે છે. એક પૂર્વ-બુનિયાદી વિભાગ પણ ચાલુ છે. ઉપરાંત પ્રૌઢ શિક્ષણ અથવા સમાજ શિક્ષણનું કામ સાથોસાથ અમલમાં છે. ઉત્તર બુનિયાદી વિભાગના વિદ્યાર્થીઓ દરરોજના ચાર કલાક ઉત્પાદક કામ કરી સ્વાવલંબી બને છે. એક નઈ તાલીમ વિભાગ બુનિયાદી શાળાના શિક્ષકો તૈયાર કરવા માટે કામ કરી રહેલ છે. ભારતના તમામ પ્રાંતોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે.